agroniv

Email : [email protected]   Phone No : +91 99090 39766

Fresh Organic Bio Fertilizer for Plant & Home Gardening, Azotobacter, Rhizobium, Mycorrhiza and PSB. (1 ltr.)

Category:

ફ્રેશ જૈવિક ખાતર શું છે?

1. ફ્રેશ જૈવિક ખાતર એ એવી પ્રોડક્ટ છે જેની અંદર જીવંત બેકટેરિયા પુરે પુરી જીવંત અવસ્થા માં જોવા મળે છે કારણ કે ફ્રેશ જૈવિક ખાતર ને ટુંક જ સમય માં ઉત્પાદન કરી ને સીધુજ ફેક્ટરી માંથી ખેડુત સુધી પોહચાડ વામાં આવે છે.
2. આથી ખેતર સુધી સૌથી વધુ પ્રમાણ માં જીવંત બેકટેરિયા (જીવાણું) મળી રહે છે.આ ખાતર 100 ટકા ફ્રેશ અને શુદ્ધ ગુણવત્તા ધરાવે છે.
3. આ ફ્રેશ જૈવિક ખાતર જમીન માં આપવામાં આવે ત્યાર પછી તેમાં રહેલા સુક્ષ્મ જીવાણુંઓ જમીનમાં પોતાની વૃદ્ધિ કરે છે.
4. જેટલા વધુ પ્રમાણમાં જીવંત બેકટેરિયા જમીનમાં આપવામાં આવે તેમ જમીન ની ફળદ્રુપતાં માં વધારો થાય છે.

Packing : 1 Liter

120.00 + GST

Quantity

જૈવિક ખાતર શું છે?

1. જૈવિક ખાતર એવા પદાર્થો છે જેમાં જીવંત બેકટેરીયા(જીવાણું) હોય છે, જે જમીનમાં ઉમેરવામાં આવે ત્યારે તેની ફળદ્રુપતા વધારે છે અને છોડના વિકાસમાં વધારો કરે છે.તેઓ રોગકારકો ને વિકસિત થવા દેતા નથી અને પર્યાવરણ ને નુકસાન પણ કરતા નથી.

2. જૈવિક ખાતર માં રહેલા જીવંત બેકટેરીયા(જીવાણું) વાતાવરણીય નાઇટ્રોજન ને સીધા છોડને આપે છે. તેઓ ફોસ્ફેટ્સ જેવા અન્ય પોષક તત્વોને સીધા છોડ સુધી પોહચાડવા માં સહાય કરે છે, તેમજ હોર્મોન્સ, વિટામિન્સ, ઓક્સિન્સ અને અન્ય વૃદ્ધિ કરતા પોષક તત્વો ના પ્રમાણ માં વધારો કરી છોડ ની વૃદ્ધિ વધારે છે.

3. જૈવિક ખાતર માં રહેલા જીવંત બેકટેરીયા જમીનના કુદરતી પોષક ચક્રને પુનઃ સ્થાપિત કરે છે અને જમીનના કાર્બનિક પદાર્થોનું નિર્માણ કરે છે.

ફ્રેશ જૈવિક ખાતર ની ગુણવત્તા નું મહત્વ શું છે?

1. કોઈ પણ ઉત્પાદન ની જેમ,જૈવિક ખાતર ની ગુણવત્તા તેમાં રહેલા જીવંત બેકટેરિયા પર આધારિત છે.એક વખત ફેક્ટરી માં ઉત્પાદન થયા પછી તરત જ આ જીવંત બેક્ટેરિયા નાશ પામવાં લાગે છે.માત્ર છ મહિના માં જ આ જીવંત બેકટેરિયા 90 ટકા થી 99 ટકા નાશ પામે છે. એટલે કે 100 કરોડ બેક્ટેરિયા માંથી માત્ર 1 કરોડ બેક્ટેરિયા જ જીવંત રહે છે. આથી જૈવિક ખાતર ની ગુણવત્તા ઘટે છે .

2. આથી જૈવિક ખાતર ની ગુણવત્તા તેમાં રહેલા જીવંત બેકટેરિયા પર અધાર રાખે છે. સારી ગુણવત્તા વાળું અને પૂરતા પ્રમાણ માં જીવંત બેકટેરિયા ધરાવતું ખાતર એ જમીન ની ફળદ્રુપતાં વધારે છે.જયારે ખરાબ ગુણવત્તા ધરાવતા જૈવિક ખાતર જમીન ની ફળદ્રુપતાં વધારવામાં સક્ષમ નથી કારણ કે તેમાં જમીન માટે જરૂરી જીવંત બેકટેરીયા તેમાં પૂરતા પ્રમાણ માં રહેતા નથી.

3. આથી આવા જૈવિક ખાતર જમીન માં નાખવાથી પુરતો ફાયદો મળતો નથી ને ખેડૂતો ને આર્થિક નુકસાન થાય છે.

ડોઝ

1 લિટર એસીટોબેક્ટર લિક્વિડ બાયોફર્ટિલાઇઝર 100-150 લિટર પાણીમાં ઓગાળીને 1 એકર જમીનમાં ટપક સિંચાઇ દ્વારા લાગુ કરો અથવા જમીનના ડ્રિંચિંગ કરો.

Products May You Also Like:

Agroniv

Get Agroniv Digital-Product Book
(Submit Your Phonenumber)


    This will close in 60 seconds

    Scroll to Top